તારીખ :- ૧૫/૦૯/૨૦૧૯
વાર :- રવિવાર

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  1. ૧૮૩૫ – બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ, ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું.
  2. ૧૮૮૩ - મુંબઇ,ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની શ્થાપના થઇ.
  3. ૧૯૩૫ - નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક શાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.

આજે 15 સપ્ટેમ્બર એન્જીનીયર ડે


ભારતીય રાષ્ટ્રએ ભારતના મહાન ઇજનેરોમાંના એક સર્ મોક્ષગુંદમ વિસવેરાય્યાની 156 મી જન્મ જયંતિની ના માન માં ઇજનેરનો દિવસ ઉજવવા માં આવે છે અને ભારતની અનેક પ્રતિમાઓના બાંધકામ પાછળ એક વ્યક્તિ છે.

ભારતમાં એન્જીનીયર્સ ડેની 51 મી વર્ષગાંઠ છે.

તેમણે 1884 માં મુંબઇ (પછી બોમ્બે) ખાતે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી) સાથે સહાયક ઇજનેર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં તેમને ભારતીય સિંચાઈ કમિશનમાં જોડાવાની વિનંતી કરી હતી. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ એન્જિનિયર તરીકે, તેમણે જાહેર ઇમારતોના જાળવણી, માર્ગ નિર્માણ અને શહેરના વિકાસની યોજનાઓ ઘડવા માટે અનેક મહત્વના નગરોમાં સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટો પૂરા કર્યા.



🏆🏆ભારતે સાતમી વખત અંડર-19 એશિયા કપ જીત્યો🏆🏆
*🏏🏏🏏🏏ભારતનો દબદબો યથાવત, બાંગ્લાદેશને હરાવીને સાતમી વખત જીત્યો અંડર-19 એશિયા કપ..*

🏏🏏🏏🏏ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન બની હતી
⛳️શ્રીલંકાના કોલંબોમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને રોમાંચક મેચમાં પાંચ રનથી હરાવીને અંડર-19 એશિયા કપ જીતી લીધો છે.
⛳️ ભારતે સાતમી વખત અંડર-19 એશિયા કપ જીત્યો છે. 

🥎🥎🥎બોલર અથર્વ અંકોલેકરની શાનદાર બોલિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ પાંચ રનની જીત મેળવી હતી. અથર્વએ 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

🎾🎾આ અગાઉ ટીમ ઇન્ડિયાએ 106 રનનો સામાન્ય ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સતત બીજી ટુનામેન્ટ છે જેમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને ટાઇટલ જીત્યું છે. 

🎾🏐🏐ગયા મહિને ઇગ્લેન્ડમાં ત્રિકોણીય સીરિઝમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. 
🏏🏐🏏ભારતના નામે હવે જૂનિયર અને સીનિયર બંન્ને એશિયા કપ છે. ગયા વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને સીનિયર એશિયા કપ જીત્યો હતો.

⛳️🎾🏐🎾કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બોલરોની મદદગાર પીચ પર ભારતીય ટીમે અગાઉ બેટિંગ કરતા 106 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમે શરૂઆતમાં આઠ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી શમીમ હુસેન અને મૃત્યુંજય ચૌધરીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.


🎯👉ભારત પ્રથમ દાવમાં 106 રનમાં ઓલઆઉટ, જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઇ

🎯👉ભારત માટે પાંચ વિકેટ ઝડપનાર સ્પિનર  અથર્વ અંકોલકર મેન ઓફ ધ મેચ બન્યો

🎯👉ભારતીય ડાબોડી સ્પિનર અથર્વ અંકોલકરનો કોઈ જવાબ ન હતો. તેણે 8 ઓવરમાં 2 મેડન સહિત 28 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે ઉપરાંત આકાશ સિંહે 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે તેમના કપ્તાન અકબર અલીએ સર્વાધિક 23 રન કર્યા હતા.

🎯👉એશિયા કપ અંડર-19 વિજેતા

1989: ભારત 2003: ભારત 2012: ભારત અને પાકિસ્તાન 2014: ભારત 2016: ભારત 2017: અફઘાનિસ્તાન 2018: ભારત 2019: ભારત